Surat Udhna Station Crowd Chaos: ઉનાળાના વેકેશન અને કારખાનાઓમાં પણ રજા જાહેર થતા જ સુરતમાં વસતા પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે. જોકે, રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા સામે ટ્રેનોની અછતને કારણે આજે ઉધના રેલવે સ્ટેશન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મુસાફરો કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહ્યા બાદ ધીરજ ખૂટતા ભાગદોડ જેવો માહોલ સર્જાયો હતો. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!