વલસાડ જિલ્લામાં ઉમરગામના GIDC વિસ્તારમાં ગોળ કેન્ટીન ચાર રસ્તા પાસે પુરપાટ ઝડપે આવતી એક ઇકો કારના ચાલકે એક એક્ટિવા અને એક મોટરસાઈકલ સવારોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. એક્ટિવાચાલકને દડાની માફક ઉલાળ્યો હતો. પછી બાઈકને પણ અડફેટે લીધું હતું. અકસ્માત સર્જી કાર ચાલક પળવારમાં જ વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના વાહનચાલકો અને રાહદારીઓ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતમાં મોપેડ અને બાઈક પર સવાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર, સદનસીબે બંને સવારોને સામાન્ય ઇજાઓ પહોંચી છે, જે મોટી જાનહાનિ ટળી હોવાનું દર્શાવે છે. CCTV ફૂટેજના આધારે તપાસ તેજ
ઘટના સ્થળ પર લાગેલા CCTV કેમેરામાં અકસ્માતના દ્રશ્યો સ્પષ્ટપણે કેદ થયા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે ઇકો કાર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને બાઈક સવારોને અડફેટે લીધા હતા. પોલીસે આ CCTV ફૂટેજ કબજે કરી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.