
Umreth by Election 2026: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે (23મી એપ્રિલ) પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉના ધારાસભ્યના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જ્યારે 9 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન થયું છે.
