વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામમાં હત્યાની એક હદય દ્રાવક ઘટના સામે આવી છે. કુરાલીથી કોઠાવ જતી કેનાલ પાસે પ્લાસ્ટિકના કોથળામાં વૃદ્ધ વ્યક્તિનો ડિકમ્પોઝ્ડ (સડેલી) હાલતમાં મૃતદેહ મળ્યો છે. આ મામલે કરજણ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 18 એપ્રિલે ગુમ થયા હતા
મૃતકની ઓળખ કનકસિંહ માનસિંહ ચૌહાણ (ઉંમર 65 વર્ષ) તરીકે થઈ છે. તેઓ કુરાલી ગામના દરબાર ફળિયાના રહેવાસી હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, મૃતક ગત 18 એપ્રિલે ગુમ થયા હોવાની ફરિયાદ પુત્રએ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અજાણ્યા વ્યક્તિએ અગમ્ય કારણોસર મૃતકની હત્યા કરી હતી. લાશને પ્લાસ્ટિકના કોથળામાં વીંટી ફેંકી દીધી હતી
હત્યા બાદ ક્રૂરતા પૂર્વક હત્યારાએ પુરાવાનો નાશ કરવા માટે લાશને પ્લાસ્ટિકના કોથળામાં મૂકીને કુરાલીથી કોઠાવ જતી કેનાલના રોડની નીચે અવાવરૂ જગ્યાએ ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધી હતી. મૃતદેહ સડેલી હાલતમાં મળતાં સ્થાનિક વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. કરજણ પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો. આ હત્યાકાંડમાં આરોપીને ઝડપી પાડવા સ્થાનિક કરજણ પોલીસ સાથે જિલ્લા એલસીબી (LCB), એસઓજી (SOG) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમો કામે લાગી છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!