સર્વિસ રોડ તેમજ કેનાલમાં પડેલા ગાબડા રીપેરીંગ કરવા રજૂઆત કરાઈ..

મોઢેરા થી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલનો ચેનેજ નંબર-૨૯૩ થી ૩૧૪ સુધી સર્વિસ રોડ બિસ્માર હાલતમાં..
મુખ્ય કેનાલમાં મસ-મોટા ગાબડા પડ્યા હોવાને કારણે કેનાલ વરસાદની સિઝનમાં તૂટવાની સંભાવના..
સર્વિસ રોડ તુટી જતાં કપચીઓ બહાર નિકળતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યાં છે.
મોટા-મોટા ખાડા પડી જવાના કારણે વરસાદી પાણી ભરાઈ જતા અકસ્માત થવાનો ખતરો..
આજુબાજુ ગામના દર્દીઓ અને સગર્ભા મહિલાઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ખુબજ મુશ્કેલી પડી રહી છે..
તાત્કાલિક ધોરણે રી-સરફેસિંગ કરવા અને કેનાલમાં પડેલા ગાબડા રીપેરીંગની માંગ કરવામાં આવી..
The Gujarat Live News રિપોર્ટર પ્રદીપ ઠાકોર બેચરાજી
