અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડીયા ની અનુમતિથી અને ઝેણુભા વાઘેલાના ઓબ્ઝર્વશન હેઠળ પાટણ જીલ્લા પત્રકાર સંગઠનની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સભ્યો અને સોશ્યલ મીડીયા ઈન્ચાર્જ જેવા હોદ્દેદારો ની નિમણુક કરાઈ હતી. દેશના 22 રાજ્યોમાં કાર્યરત આ સંગઠન પત્રકારોની સુરક્ષા, તેમના હક્કો અને તેમના પરિવારના હિતોના રક્ષણ માટે કાર્યરત છે.

સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે પત્રકારોને ફરજ દરમિયાન થતા અન્યાય, ખોટા કેસોમાં ફસાવવાના બનાવો, સુરક્ષાના પ્રશ્નો તેમજ પત્રકારો અને તેમના પરિવારોને સરકારી યોજનાઓનો લાભ મળે અને ફીલ્ડમાં કામ દરમિયાન અધીકારીઓ દ્વારા પુરતો સહયોગ મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે છત્તીસગઢ રાજ્યમાં પત્રકારોની સુરક્ષા માટે વિશેષ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ પત્રકાર સુરક્ષા કાયદો અમલમાં મૂકવાની માંગ સાથે ટૂંક સમયમાં ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય મહાસંમેલન યોજાનાર છે.

આ પ્રસંગે પત્રકારો ના રાષ્ટ્રીય સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યું દિલ્હી) ના અનુસંધાને પાટણ જિલ્લા સંરચના અંગે ઝેણુભા વાઘેલાના ઓબ્ઝર્વેશન હેઠળ નિમ્નલિખિત સંગઠન હોદ્દેદારો ની નિમણુક કરવામાં આવી હતી તેમજ જિલ્લાના વિવિધ હોદ્દાઓ માટે પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. ઉપસ્થિત પત્રકારોએ સંગઠનને મજબૂત બનાવી પત્રકારોના હિતોના રક્ષણ માટે એકજૂથ થઈ કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.(૧)પ્રભારી ખેગારભાઈ યોગી

(૨)પ્રમુખ યશપાલ સ્વામી

(૩)ઉપ પ્રમુખ દીનેસ ઠાકર

(૪)ઉપપ્રમુખ રશ્મીનભાઈ દવે

(૫) ઉપપ્રમુખ દીનગેશ સુથાર

(૬) મહામંત્રી વિજયપરમાર

(૭)મંત્રી ગોપાલભાઈ સિંધવ

(૮)મંત્રી જનકબેન ઓઝા

(૯)મંત્રી રમીલાબેન એચ પરમાર

(૧૦)કોષાધ્યક્ષ જયાંતીભાઈ જોષી

(૧૧)મીડીયા ઇન્ચાર્જ શૈલેશ ભાઈ નાઈ

(૧૨)સોશ્યલ મિડિયા ઈન્ચાર્જ સંજ્ય પ્રજાપતિ

(૧૩)લીગલ એડવાઈઝરી દીલીપભાઈ ઓઝા

કારોબારી સદસ્યો

(૧૪)પી. કે પંચાલ

(૧૫)વસંત કડીયા

(૧૬) પ્રવિણ દરજી

(૧૭)વિજય વડલીયા

(૧૮)નિરવચ ચક્રાવતી

(૧૯)અશોક પ્રજાપતિ

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!