આ પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની છેવાડાની સ્કૂલ પી.એમ. શ્રી ધોકાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સેંધવ સુરેશભાઈ શીવાભાઈ સાથે સંવાદ કરી તેમની વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રી દ્વારા પત્ર એનાયત કરવામાં આવ્યો .

શ્રી સુરેશભાઈ વર્ષ 2021 થી શાળા માં NMMS અને જ્ઞાનસાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન વર્ગો શાળા સમયબાદ ચલાવે છે.

આ કામગીરીના પરિણામ સ્વરૂપે NMMS પરીક્ષામાં અત્યાર સુધીમાં કુલ 39 બાળકો અને જ્ઞાનસાધના પરીક્ષામાં કુલ 86 બાળકોનો રાજ્યકક્ષાના મેરીટમાં સમાવેશ થયેલ છે.
માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન મેળવનાર શિક્ષક શ્રી સિંધવ સુરેશભાઈને ખુબ ખુબ અભિનંદન. આ સન્માન શ્રી સુરેશભાઈનું તો છે જ સાથે સાથે ધોકાવાડા શાળા તેમજ સમગ્ર પાટણ જિલ્લાનું પણ સન્માન બની રહ્યું છે.
પુનઃ અભિનંદન સહ પાટણ જિલ્લાના સૌ સારસ્વત મિત્રોને શિક્ષક દિનની શુભકામના
ડૉ .નરેન્દ્રસિંહ બી ચાવડા
જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી
પાટણ
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
