રાધનપુર તાલુકાના સરદારપુરા અને સિનાડ ગામને જોડતા માર્ગ પર કથિત રીતે ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. દૂધ સંગ્રહ કેન્દ્ર નજીકના વિસ્તારમાં ઝાડી-બાવળોની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ અંગે અગાઉ સંબંધિત પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે. જેના કારણે પોલીસ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.
સ્થાનિકોનું કહેવું છે કે જાહેર અવરજવરવાળા વિસ્તારમાં જો ખરેખર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તેની તાત્કાલિક તપાસ થવી જરૂરી છે. આ મામલે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ધ્યાન દોરીને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી રહી છે.
સ્થાનિકોની માંગ છે કે પોલીસ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવે અને સમગ્ર હકીકત બહાર લાવવામાં આવે. જો તપાસ દરમિયાન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે કાયદો વિરુદ્ધનું કૃત્ય સામે આવે તો સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ અગાઉની રજૂઆતો અંગે પણ પોલીસ તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
