ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો દીકરો હરિકેશ પટેલ નકલી પાસપોર્ટના કેસમાં ઝડપાયો છે. આરોપીનો પાસપોર્ટ EDના કેસમાં જમા હોવા છતા આરોપીએ અન્ય રાજ્યમાંથી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. નકલી પાસપોર્ટના આધારે આરોપી અલગ-અલગ દેશભરમાં ફરવા પણ ગયો હતો. ગુજરાત ATSએ આરોપી હરિકેશ પટેલની ધરપકડ કરી છે. રસપ્રદ વાત એ છે કે, આઠ મહિના પહેલાં આરોપી હરિકેશ પટેલે એક ઈવેન્ટમાં ચાર PI સાથે ફોટા પડાવ્યાં હતાં, તેમાંથી જ બે PIએ હરિકેશને દબોચ્યો છે. EDએ જામીન રદ કરાવ્યાં હતાં, આરોપીનો પાસપોર્ટ કોર્ટમાં જમા
ગુજરાત ATSને બાતમી મળી હતી કે, હરિકેશ પ્રણવ પટેલ (રહે. ઊર્મિ બંગલો, મીરાપાર્ક સોસાયટી શાહીબાગ અમદાવાદ)એ નકલી પાસપોર્ટ બનાવ્યો છે, જેથી ATSએ સાયન્સ સિટી પાસેથી હરિકેશ પટેલની ધરકકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી 2023ના EDના મની લોન્ડ્રીંગ કેસમાં સંડોવાયેલો હતો, જેથી આરોપીનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીને આગોતરા જામીન માટે અરજી કરતા જામીન મળી ગયા હતા, પરંતુ બાદમાં EDએ જામીન રદ કરાવ્યા હતા. આ દરમિયાન આરોપીએ ગુજરાતનો પાસપોર્ટ હોવા છતાં નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. નવો પાસપોર્ટ મેળવીને આરોપી ભૂતાન અને નેપાળ જતો હતો
આરોપીએ દુબઈના મિત્ર દ્વારા દિલ્હીના એજન્ટનો સંપર્ક કર્યો હતો. આરોપીએ 25 લાખ એજન્ટને આપીને આગ્રામાં ભાડે રહેતો હોવાનો એગ્રીમેન્ટ કર્યો હતો. જે બાદ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી ફરિયાદ કરી હતી, જે ફરિયાદ અને ખોટા રેંટ એગ્રીમેન્ટના આધારે ગાઝિયાબાદ RPO કચેરીમાં નવા પાસપોર્ટની અરજી કરીને 2024માં બીજો પાસપોર્ટ મેળવ્યો હતો. આરોપી ફરીથી નાણાકીય ફ્રોડ કરવાની ફિરાકમાં જ હતો
ભૂતાન અને નેપાળથી આરોપી બેંગકોક,દુબઇ,સિંગાપોર, સહિતના દેશમાં ફરવા જતો હતો. આરોપી લાંબા સમય સુધી દુબઈમાં પણ રોકાયો હતો. આરોપી ફરીથી નાણાકીય ફ્રોડ કરવાની ફિરાકમાં જ હતો તે અગાઉ ATSએ આરોપીની ધરપકડ કરી છે. આ અંગે ATS દ્વારા EDને પણ જાણ કરવામાં આવી છે. આરોપીના મ્યુલ એકાઉન્ટ પણ મળી આવ્યાં
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હરિકેશ પટેલ વિરુદ્ધ અગાઉ નારણપુરા અને ક્રાઈમ બ્રાન્ચના છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જેમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપીનું શાહીબાગ અને સાયન્સ સિટીમાં મકાન આવેલું છે. આરોપીના નામે ઘણી કંપનીઓ રજીસ્ટર્ડ છે, જેમાંથી કેટલીક ખોટી કંપનીઓ પણ રજીસ્ટર્ડ છે જેના નામે ફ્રોડ કરવામાં આવતું હતું. આરોપીના મ્યુલ એકાઉન્ટ પણ હતા જેની તપાસ ચાલી રહી છે. આરોપીની બાતમી જે PI જે.પી. રોજીયાને મળી તેની જ સાથેનો આરોપીએ પોતાના સોશિયલ મીડિયોમાં મુકેલો છે. બીજી તરવીરમાં અન્ય ચાર PI સાથેનો પણ ફોટો છે, જેમાંથી બે PI ATSના છે, એક PI વટવા અને એક PI અગાઉ ATSમાં હતા. આમાંથી બી.એચ. કોરાટ અને જે.પી. રોજીયાએ આરોપીને દબોચ્યો. આ તસવીર જાન્યુઆરી, 2026ની ક્રેડાઈની ઇવેન્ટની છે. કોણ છે ગીતાબેન પટેલ?
ગીતાબેન પટેલની પહેલા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મહિલા કોંગ્રેસના સદસ્યતા અભિયાનના પ્રભારી પણ બનાવવામાં આવ્યા હતા. તેમજ ગીતાબેન પટેલ અમદાવાદની ઠક્કરબાપાનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા.