પાટણમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલા વિરોધ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને મીડિયા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કોંગ્રેસના આગેવાનોની અટકાયત દરમિયાન ઘટનાસ્થળે કવરેજ કરી રહેલા મીડિયા કર્મચારીઓ સાથે પોલીસ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

મીડિયા કર્મીઓના આક્ષેપ મુજબ, ઘટનાનું રેકોર્ડિંગ કરી રહેલા કેમેરામેન અને પત્રકારોને કવરેજ કરતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેમેરા સાથે પોલીસ અધિકારીઓ દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે SOG PSI ડી.કે. ચૌધરી અને બી ડિવિઝન PI નીરવ શાહની કામગીરીને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે,
ઘટનાને પગલે પાટણના મીડિયા જગતમાં નારાજગી જોવા મળી રહી છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ઘટનાની નિંદા કરી અને મીડિયા કર્મીઓને કવરેજ દરમિયાન તેમની ફરજ નિભાવવામાં કોઈ અડચણ ન ઉભી કરવામાં આવે તેવી માંગ કરી છે.
ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, પત્રકારો લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા ત્યારે તેમની સાથે કથિત ગેરવર્તન કરવું યોગ્ય નથી. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
