સાંતલપુર તાલુકાના સરહદી તેમજ અંતરીયાળ ગામોમાં લમ્પી વાયરસથી પશુઓના મોતની ઘટનાઓ સામે આવતા ચિંતા વ્યાપી રહી છે. 

બાવરડા, દાત્રાણા, મઢુત્રા સહિતના ગામોમાં અનેક પશુઓ મોતને ભેટ્યા છે.

આ પરિસ્થિતિને લઈ કોંગ્રેસ અગ્રણી ભચાભાઈ આહીરે તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ)ને રૂબરૂ મળીને તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રોગચાળો દિવસે દિવસે વકરી રહ્યો હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય તપાસ સાથે અટકાયતી પગલાં લેવા અનિવાર્ય બની ગયું છે.

રજુઆત બાદ તાલુકા વિકાસ અધિકારી શ્રી શર્માએ તાત્કાલિક અસરથી વારાહી ખાતેના પશુ ચિકિત્સક અધિકારીને પત્ર લખી પ્રભાવિત ગામોની મુલાકાત લેવા તથા મૃત પશુઓની વિગત મેળવી રોગચાળો અટકાવવા તાત્કાલિક સારવાર શરૂ કરવાની સૂચના આપી છે.

હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે અને લોકો તંત્ર પાસેથી ઝડપભેર પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!