ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)માં ફરજ બજાવતા સબ ફાયર ઓફિસર તથા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર (વર્ગ-1) સામે લાંચ લેવાના આક્ષેપમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ACBના જણાવ્યા મુજબ અધિકારી રાજેશકુમાર બાબુલાલ પટેલને રૂ.20,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ફરિયાદી દ્વારા ફાયર સેફ્ટી રિન્યુઅલ માટે જરૂરી NOC મેળવવા અરજી કરવામાં આવી હતી. આ NOC જારી કરવાની પ્રક્રિયામાં આરોપી અધિકારી દ્વારા રૂ.20,000ની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ સમગ્ર મામલે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્ધારિત કાર્યવાહી દરમિયાન રાજેશકુમાર બાબુલાલ પટેલ ફરિયાદી પાસેથી રૂ.20,000ની લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.
ACBની કાર્યવાહી બાદ આરોપી અધિકારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપી અધિકારી
નામ: રાજેશકુમાર બાબુલાલ પટેલ
હોદ્દો: સબ ફાયર ઓફિસર / ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર (વર્ગ-1)
કચેરી: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
આક્ષેપિત લાંચની રકમ: રૂ.20,000/-
આ સમગ્ર કાર્યવાહી ACBની ફરિયાદ અને ટ્રેપના આધારે કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આરોપી સામેની કાયદેસરની કાર્યવાહી દરમિયાન કેસની વધુ વિગતો સામે આવી શકે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
