પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ પર કોર્ટ કચેરી સામે બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, વિસનગર ડેપોની બસ ભુજ તરફ જઈ રહી હતી. તે દરમિયાન સામેથી આવતી રિક્ષા સાથે બસની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્મતમાં રિક્ષામાં સવાર એક વ્યક્તિને ઈજા પહોંચતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્મતનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.
The Gujarat Live News અહેવાલ કિરણભાઈ કે રાવળ રાધનપુર
