પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરે કરી નિમણૂક, ઠાકોર સમાજ સહિત આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ
![]()
![]()
![]()
![]()
![]()
પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી જયાબેન ઠાકોર દ્વારા રાધનપુર તાલુકા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે ઠાકોર નંદુબેન ભાવાજીની નિમણૂક કરવામાં આવી છે.
નંદુબેન ઠાકોરની નિમણૂક થતાં પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જયાબેન ઠાકોરે તેમને અભિનંદન પાઠવી આગામી જવાબદારી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ નિમણૂકને લઈને ઠાકોર સમાજના મહિલાને તાલુકા સ્તરે જવાબદારી સોંપવામાં આવતા સમાજના આગેવાનો તથા મહિલાઓ દ્વારા પણ નંદુબેન ઠાકોરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
આ પ્રસંગે જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, તાલુકામાં મહિલાઓના સશક્તિકરણ, તેમના હકો માટે અવાજ ઉઠાવવા તેમજ લોકપ્રશ્નોના ન્યાયી ઉકેલ માટે નંદુબેન ઠાકોરનું નેતૃત્વ મહત્વપૂર્ણ બની રહેશે. તેમના માર્ગદર્શન હેઠળ મહિલા કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બને અને જનસેવાના કાર્યોને વેગ મળે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
નંદુબેન ઠાકોરને નવી જવાબદારી મળતા કાર્યકરો, સમાજના આગેવાનો અને શુભેચ્છકો દ્વારા તેમને અભિનંદન તથા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

