કોન્ટ્રાક્ટરનું લાયસન્સ કાઢી આપવાના બદલામાં લાંચની માંગનો આક્ષેપ; હેડ ક્લાર્ક સહિત બે સામે કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લામાં લાંચ વિરોધી બ્યુરો (ACB) દ્વારા લાંચખોરી સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડીસા સિંચાઈ વિભાગ દાંતીવાડાની નહેર કોલોની ખાતે ગોઠવાયેલા છટકામાં કોન્ટ્રાક્ટરનું લાયસન્સ કાઢી આપવાના બદલામાં ₹50 હજારની લાંચ સ્વીકારતા મદદનીશ અધિક્ષક (હેડ ક્લાર્ક) સહિત બે વ્યક્તિઓ ઝડપાયા હતા.

ACBના જણાવ્યા અનુસાર, એક નાગરિકે કોન્ટ્રાક્ટરનું લાયસન્સ મેળવવા માટે અરજી કરી હતી. આ લાયસન્સની કાર્યવાહી કરી આપવા માટે સિંચાઈ વિભાગ દાંતીવાડાના મદદનીશ અધિક્ષક (હેડ ક્લાર્ક) નિમેષભાઈ જશુભાઈ પટેલ તથા ભાભરના ચમનભાઈ નાનજીભાઈ મિસ્ત્રી દ્વારા ₹50 હજારની લાંચની માંગ કરવામાં આવી હોવાની ફરિયાદ મળી હતી.

ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે બનાસકાંઠા ACB પોલીસ સ્ટેશન, પાલનપુરનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBની ટીમે 24 સપ્ટેમ્બર 2026ના રોજ ડીસા સિંચાઈ વિભાગ દાંતીવાડાની નહેર કોલોની ખાતે લાંચનો છટકો ગોઠવ્યો હતો.

છટકા દરમિયાન ફરિયાદી પાસેથી ₹50 હજારની લાંચ સ્વીકારવામાં આવતા ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી લાંચની સંપૂર્ણ ₹50 હજારની રકમ પણ રિકવર કરવામાં આવી હોવાનું ACBએ જણાવ્યું છે.

આ કાર્યવાહી બનાસકાંઠા ACB પોલીસ સ્ટેશન, પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. જોષીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ઘટનાને પગલે લાંચના આક્ષેપ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!