ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનડીટેક્ટ ચોરીના ગુનામાં ચોરીની મોટરસાઇકલ સાથે એક શખ્સ ઝડપાયો

પાટણ જિલ્લાના કાકોશી પોલીસ સ્ટેશનની ટીમે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાની કામગીરી દરમિયાન મહત્વની સફળતા મેળવી છે. પોલીસે ઈડર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલા અને છેલ્લા છ વર્ષથી અનડીટેક્ટ રહેલા મોટરસાઇકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરીની મોટરસાઇકલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને સિદ્ધપુરના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાના સીધા માર્ગદર્શન અને કાકોશી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. લીમ્બાચીયાની સૂચના હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.

દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે મેત્રાણા ગામના વચલા ઠાકોરવાસમાંથી વિક્રમજી ઉર્ફે વીકી રાયચંદજી ઠાકોર (ઉંમર 30 વર્ષ)ને શંકાસ્પદ હાલતમાં હિરો કંપનીની એચએફ ડીલક્સ મોટરસાઇકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. મોટરસાઇકલ પર આગળ-પાછળ નંબર પ્લેટ ન હતી. પોલીસે વાહનનો એન્જિન નંબર અને ચેસીસ નંબર મેળવી ઈ-ગુજકોપ તથા આરટીઓની માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન મોટરસાઇકલનો રજીસ્ટ્રેશન નંબર GJ-09-DF-5490 હોવાનું તથા તેના મૂળ માલિક શૈલેષભાઈ છગનભાઈ પટેલ, રહે. રેવાસ, તા. ઈડર, જિ. સાબરકાંઠા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૂળ માલિકનો સંપર્ક કરતાં તેમણે આ મોટરસાઇકલ 19 ડિસેમ્બર 2020ના રોજ રેવાસ ગામેથી ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.

આ અંગે ઈડર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.

11209020201812/2020, IPC કલમ 379 હેઠળ ચોરીનો ગુનો નોંધાયો હતો. લાંબા સમયથી અનડીટેક્ટ રહેલા આ ગુનામાં ચોરી ગયેલી મોટરસાઇકલ મળી આવતા કાકોશી પોલીસે છ વર્ષ જૂના ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

પકડાયેલ આરોપી:

વિક્રમજી ઉર્ફે વીકી રાયચંદજી ઠાકોર, રહે. મેત્રાણા વચલો ઠાકોરવાસ, તા. સિદ્ધપુર, જિ. પાટણ.

મુદ્દામાલ:

હિરો એચએફ ડીલક્સ મોટરસાઇકલ, અંદાજિત કિંમત રૂ. 30,000.

બાતમીના આધારે કામગીરી:

અ.હેડ કોન્સ્ટેબલ નિકુલકુમાર કાનજીભાઈ.

કામગીરીમાં જોડાયેલા પોલીસ અધિકારી/કર્મચારીઓ:
પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. લીમ્બાચીયા, અ.હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ રમેશભાઈ, અ.હેડ કોન્સ્ટેબલ નિકુલકુમાર કાનજીભાઈ, અ.હેડ કોન્સ્ટેબલ સાહરભાઈ રેવાભાઈ, અ.હેડ કોન્સ્ટેબલ પ્રકાશસિંહ છનુસિંહ તથા અ.પો.કોન્સ્ટેબલ પનજીજી વિક્રમજી.

કાકોશી પોલીસની આ કામગીરીથી લાંબા સમયથી વણઉકેલ રહેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!