GVP પોઈન્ટ પર સ્વચ્છતા માર્શલોની કામગીરી: કચરો ન નાખવા દુકાનદારો-ફેરિયાઓને કડક સૂચના

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને સિદ્ધપુર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને જાહેર સ્થળોએ કચરો ન ફેલાય તે માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન નવનિયુક્ત સ્વચ્છતા માર્શલ, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તથા નગરપાલિકાના સ્ટાફ દ્વારા વિવિધ GVP પોઈન્ટની મુલાકાત લેવામાં આવી હતી. આ સ્થળોએ કચરો નાખતા દુકાનદારો તથા ફેરિયાઓને નગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા કલેક્શન ગાડી સમયસર આવતી હોવાથી પોતાનો કચરો તેમાં જ નાખવા માટે કડક સૂચના આપવામાં આવી હતી.

જાહેર સ્થળોની આસપાસ ગંદકી ફેલાવનારા એકમો સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગંદકી કરતા કુલ ૨૪ એકમોને રૂ.૩,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે જાહેર સ્થળોએ કચરો ન નાખવા તથા ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સેવાનો મહત્તમ ઉપયોગ કરવા નાગરિકો, દુકાનદારો અને ફેરિયાઓને અપીલ કરવામાં આવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!