અંબાજી પદયાત્રીઓ માટે ભોજન સહિતની સુવિધાઓ સાથે સેવા કેમ્પ; ડો. ગોવિંદજી ઠાકોરનું સન્માન, હોસ્પિટલ સ્ટાફને પ્રસાદ અપાયો
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
ભાદરવી પૂનમના પવિત્ર પર્વને લઈને અંબાજી તરફ મોટી સંખ્યામાં માઈભક્તો પદયાત્રા કરી રહ્યા છે ત્યારે રાધનપુરની શ્રી રામ સેવા સમિતિ દ્વારા પદયાત્રીઓની સેવા માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં યાત્રિકો માટે ભોજન સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
અંબાજીના પંથે આગળ વધી રહેલા પદયાત્રીઓ માટે આયોજિત સેવા કેમ્પમાં સેવાભાવ સાથે સમિતિના સભ્યો દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી હતી. લાંબી પદયાત્રા દરમિયાન ભક્તોને ભોજન અને જરૂરી સુવિધા મળી રહે તે માટે કેમ્પમાં વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
આ સેવાકાર્યમાં સદારામ હોસ્પિટલ, રાધનપુરના ડો. ગોવિંદજી ઠાકોર દ્વારા ભોજન દાતા તરીકે સહયોગ આપવામાં આવ્યો હતો.
પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આપેલા સહયોગ બદલ શ્રી રામ સેવા સમિતિ દ્વારા ડો. ગોવિંદજી ઠાકોરનું સન્માન કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સેવા કેમ્પ દરમિયાન સમિતિના કાર્યકરો દ્વારા પદયાત્રીઓનું આત્મીયતાથી સ્વાગત કરી ભોજન સહિતની સેવાઓ આપવામાં આવી હતી. સમગ્ર કેમ્પમાં ભક્તિ સાથે સેવાભાવ અને માનવતાની ભાવના જોવા મળી હતી.
દરમિયાન શ્રી રામ સેવા સમિતિ દ્વારા સદારામ હોસ્પિટલના તમામ કર્મચારીઓને પ્રસાદરૂપે બૂંદીના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેવા કાર્યમાં સહયોગ આપનારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અંબાજી જતા માઈભક્તોની સેવા માટે રાધનપુર ખાતે યોજાયેલા આ કેમ્પને કારણે પદયાત્રીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવેલા સેવાકાર્યની સ્થાનિક સ્તરે પણ પ્રશંસા કરવામાં આવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

