પાટણ જિલ્લાના સરિયદ ગામે સ્વર્ગસ્થ દીપિકાબેન કનુભાઈ પ્રજાપતિની તિથિ નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષ 2013માં અકસ્માતમાં દીપિકાબેનનું દુઃખદ અવસાન થયું હતું. તેમની યાદને જીવંત રાખવા પરિવાર દ્વારા યોજાયેલા ભજન કાર્યક્રમમાં આજુબાજુનાં ગામોના ભજનપ્રેમી ભક્તો તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન દ્વારા સ્વ. દીપિકાબેનને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ તેમના આત્માને શાંતિ મળે અને ઈશ્વર તેમને પોતાના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન સરિયદના પ્રજાપતિ હીરાભાઈ જગમાલભાઈ કબોયા પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું.

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!