શ્રેય કોમ્પ્લેક્સમાં જીમ સંચાલક દલપતજી પરમાર પર બાઈકસવાર હુમલાખોરોએ કર્યો હતો ગોળીબાર; શૂટરોને મદદ કરવાના આરોપસર ત્રણ શખ્સોની અટકાયત

પાટણ શહેરના રોટલીયા હનુમાન વિસ્તાર સ્થિત શ્રેય કોમ્પ્લેક્સમાં થયેલા ફાયરિંગકાંડને લઈને પોલીસ તપાસ તેજ બની છે. ગત 17 તારીખે વહેલી સવારે જીમ સંચાલક દલપતજી પરમાર પર બે બુકાનીધારી શખ્સોએ છ રાઉન્ડ ફાયરિંગ કરી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. બાઈક પર આવેલા હુમલાખોરો ફાયરિંગ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા.

ઘટનાને આઠ દિવસ વીતી જવા છતાં ફાયરિંગ કરનારા મુખ્ય શૂટરો પોલીસની પકડથી બહાર છે. જોકે, શૂટરોને ભાગવામાં અને ઘટનાને અંજામ આપવામાં મદદ કર્યાની આશંકા હેઠળ પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે.

પોલીસે મહેસાણાના તીર્થ દેસાઈ, કેશોદના કુલદીપ ગઢચર અને દેવરાસણના જગદીશ રબારીને અટકાયતમાં લીધા છે. પ્રાથમિક તપાસમાં શૂટરોને બાઈક અને સ્કોર્પિયો ગાડી પૂરી પાડવામાં મદદ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. ફાયરિંગ બાદ શૂટરો સ્કોર્પિયો ગાડીમાં ફરાર થયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં LCB અને SOGની ટીમો દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ધોળા દિવસે જાહેર વિસ્તારમાં છ રાઉન્ડ ફાયરિંગ કરનારા મુખ્ય આરોપીઓ હજુ સુધી કેમ ઝડપાયા નથી? પોલીસ ક્યારે શૂટરો સુધી પહોંચશે? તેવા સવાલો હવે ઊભા થઈ રહ્યા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!