પાટણ LCB પોલીસને મોટી સફળતા, રૂ. 13 લાખનો મુદ્દામાલ જપ્ત; એક આરોપી ઝડપાયો, ત્રણ ફરાર
પાટણ જિલ્લાના રાધનપુરમાં વાહનો ભાડે રાખીને વિશ્વાસઘાતપૂર્વક બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર મામલે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે સફળ કાર્યવાહી કરીને છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
મળતી માહિતી મુજબ, આરોપીઓ ટ્રેક્ટર, ટેન્કર સહિતનાં વાહનો ભાડે રાખતા હતા અને ત્યારબાદ રાજસ્થાનના શખ્સો સાથે સાંઠગાંઠ કરીને આ વાહનો બારોબાર વેચી મારતા હોવાનો ખુલાસો થયો છે.
આ કેસમાં પોલીસે સરદારપુરાના 31 વર્ષીય નરેશભારથી ગૌસ્વામીની ધરપકડ કરી છે. જ્યારે પોલીસ દ્વારા એક ટ્રેક્ટર, એક કેમ્પર, એક ટેન્કર અને એક ટ્રોલી સહિત કુલ રૂ. 13 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ હજુ ફરાર હોવાથી પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પાટણ LCB પોલીસે તપાસ તેજ બનાવી છે.
રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં LCBની કાર્યવાહીથી વાહનો ભાડે આપતા લોકોમાં પણ આ મામલે ચર્ચા જાગી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
