રાધનપુરમાં પીઠેશ્વરી જ્વેલર્સને તસ્કરોએ બનાવ્યું નિશાન, રાત્રિના અંધકારમાં સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર

પાટણ જિલ્લામાં શિયાળાની શરૂઆત સાથે જ તસ્કરો સક્રિય બન્યા હોય તેમ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. હારીજ બાદ હવે રાધનપુરમાં તસ્કરોએ સોની બજારને નિશાન બનાવતાં વેપારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે.

રાધનપુરના સોની બજારમાં આવેલી પીઠેશ્વરી જ્વેલર્સ નામની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ રાધનપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ તપાસ કરી આસપાસના CCTV કેમેરાના ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરી છે. CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ અને તેમની ધરપકડ કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.

એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવતાં રાધનપુર સહિત પાટણ જિલ્લાના વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સોની બજાર જેવા વેપારી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ રાત્રિ પોલીસ પેટ્રોલિંગ અને બજારની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.

તસ્કરોને ઝડપી ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ તંત્ર કેટલા સમયમાં સફળ થાય છે તે જોવું રહ્યું.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!