ગુજરાતમાં આતંકી હુમલાના ઈરાદા સાથે આવેલા જૈશ-એ-મોહમ્દ સાથે સંકળાયેલા આતંકીને ATS (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ)એ પંચમહાલના હાલોલ નજીકથી દબોચી લીધો. આતંકીના કબજામાંથી એક AK-47 રાયફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યા. આતંકી મોહમ્મદ શાહરૂલ ઈસ્લામ કબીરુદ્દીન મૂળ આસામનો રહેવાસી છે અને વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાના ઈરાદા સાથે આવ્યો હતો.આતંકીના મોબાઈલમાંથી તેના પુરાવા પણ મળી આવ્યા છે. તે છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન સ્થિત જૈસ-એ-મોહમ્મદના હેન્ડલરના સંપર્કમાં હતો. હાલોલ-વડોદરા રોડ પર ગોલ્ડન ચોકડી પાસેથી આતંકીને દબોચ્યો
ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને આતંકી અંગે બાતમી મળી હતી. જેના આધારે ATSની અલગ અલગ ટીમો કામે લાગી હતી. આતંકી વડોદરાના સયાજીગંજ રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલ મિલનમાં રોકાયો હોવાની ચોક્કસ બાતમી મળતા એટીએસની ટીમ પહોંચી હતી. જો કે, તે પહેલા જ તે ચેક આઉટ કર્યા વગર જ હોટલથી ફરાર થઈ ગયો હતો. ATSને હોટલ પરથી મોહમ્મદ શાહરૂલ ઈસ્લામ કબીરુદ્દીનની કેટલીક વિગતો જાણવા મળઈ. જે બાદ તેને ટ્રેસ કરતા તે દાહોદથી પરત વડોદરા તરફ આવતો હોવાની વિગત મળી. એટીએસની ટીમે હાલોલ-વડોદરા રોડ પર ગોલ્ડન ચોકડી પાસે નાકાબંધી કરી દબોચી લીધો. આસામથી વાયા ભોપાલ થઈ વડોદરા આવ્યો હતો
આતંક મોહમ્મદ શાહરુલ આસામનો રહેવાસી છે અને મદ્રેસામાં અભ્યાસ કર્યો હોવાની વિગત મળી છે. આતંકી હુમલાની વિચારધારા ધરાવતા મોહમ્મદ શાહરૂલ આસામથી ટ્રેનમમાં બેસી ભોપાલ પહોંચ્યો હતો અને ભોપાલથી બસમાં વડોદરા આવ્યો હતો. હેન્ડલર તરફથી અપાયેલી સૂચના મુજબ વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટની રેકી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે દાહોદ પહોંચી હથિયાર મેળવ્યું હતું. વડોદરાના એરફોર્સ સ્ટેશન પર હુમલાનો પ્લાન હતો
ATSએ આતંકીના મોબાઈલની તપાસ કરતા વોટ્સએપમાંથી અને ગેલેરીમાંથી ચોંકાવનારી માહિતી મળી. વડોદરા એરફોર્સ સ્ટેશન ગેટના ફોટો અને વીડિયો મળી આવ્યા. આ ઉપરાંત AK-47 જેવી બનાવટવાળી ઓટોમેટિક એસોલ્ટ રાયફલ ચલાવવાની તાલીમ અંગેના વીડિયો પણ મળી આવ્યો. આતંકી પાકિસ્તાન સ્થિત હેન્ડલર મુફ્તી રફીક ઉર્ફે ‘ઈબ્ન અબ્દુલ્લા’ના સંપર્કમાં હોવાના પુરાવા પણ મળી આવ્યા છે. હેન્ડલર દ્વારા આતંકીને નવો ફોન ખરીદવા માટે રૂપિયા 50,000ની રોકડ આપવામાં આવી હતી. ઘટનાને અંજામ આપી પાકિસ્તાન હિજરત કરી જૈશ-એ-મોહમ્મદ (JeM)ની તંજીમમાં આતંકી તરીકે જોડાઈ શહાદત આપવાનો આરોપી ઈરાદો ધરાવતો હતો. આસામથી ભોપાલ અને ભોપાલથી બસમાં વડોદરા આવ્યો’તો
ગુજરાત ATSની પ્રાથમિક તપાસમાં મોહમ્મદ શેહરુલ ઈસ્લામમ આસામના કરીમ જિલ્લાનો વતની છે. તે આસામથી ભોપાલ અને ભોપાલથી બસમાં વડોદરા આવ્યો હતો. આતંકી ઝડપાયા બાદ ગુજરાત એટીએસની ટીમો અલગ અલગ સ્થળો પર તપાસ કરી રહી છે. જે સ્થળેથી આતંકી ઝડપાયો, જે હોટલમાં રોકાયો હતો ત્યાં અને આસામના કરીમગંજ જિલ્લામાં આતંકીના ઘર પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવી શકે છે.