રાજ્યમાં પહેલીવાર ખેતમજૂર ભાગિયા વર્ગ માટે સરકાર સમક્ષ સીધી રજૂઆત થઈ છે. 

માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગેનીબેન તથા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ખાસ રજૂઆત કરી હતી કે, ખેડૂતો સાથે કામ કરતા ભાગીયા મજૂરોને પણ સરકારની સહાય યોજનાઓમાં હક્કનો હિસ્સો મળવો જોઈએ.

રજુઆતમાં જણાવાયું હતું કે, ખેડૂતોને પાક નુકસાન કે કુદરતી આફતો વખતે જે સહાય મળે છે, તેમાં ભાગીયા મજૂરોને 30 ટકા લાભ અપાય તે જરૂરી છે.

આ મુદ્દે શરૂઆતમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રશ્ન કર્યો કે “ભાગીયા ને કઈ રીતે વેરીફાઈ કરાશે?” – ત્યારે ગેનીબેને સ્પષ્ટતા કરી કે સરકારના અધિકારીઓ દ્વારા તેની ચકાસણી સરળતાથી થઈ શકે છે અને ત્યારબાદ સીધી રીતે ભાગીયા મજૂરોને લાભ આપવામાં આવે.

આ રજૂઆતને મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક રીતે સ્વીકારી છે.

સરકાર તરફથી મળેલ આ પ્રાથમિક સંકેત બાદ પહેલીવાર ભાગીયા ખેતમજૂરોને સહાય મળવાની શક્યતા બની છે.

આ નિર્ણય અમલમાં આવશે તો કૃષિ ક્ષેત્રમાં વર્ષો થી મહેનત કરી રહેલા ભાગીયા વર્ગને પ્રથમવાર સરકારી યોજનાઓનો સીધો લાભ મળશે.

ભાગીયા મજૂરોને ન્યાય મળે તો ખેડૂતો અને મજૂરો વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બનશે.

કૃષિ ક્ષેત્રના આ મહત્વપૂર્ણ વર્ગને સુરક્ષા કવચ મળતાં હજારો પરિવારોને રાહત મળશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!