સાંતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

આ અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ જાણવા જય શ્રી વડવાળા મંદિર દુધરેજના કોઠારી બાપુશ્રી મુકુદરામ બાપુ આજે ખાસ મુલાકાતે નીકળ્યા હતા.

બાપુશ્રીએ બકુત્રા, ચારણકા, જાખોત્રા, એવાલ, વૌવા અને મઢુત્રા ગામની મુલાકાત લીધી હતી.

અહીં તેમણે પાણીથી ઘેરાયેલા ગામજનોની હાલત નિહાળી, નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી તેમજ લોકોની વ્યથા સાંભળી તેમને ધાર્મિક આશ્વાસન આપ્યું હતું.

આ પ્રસંગે સ્થાનિક આગેવાનો દેસાઈ માનાભાઈ, દેસાઈ મહાદેવભાઈ અને દેસાઈ રમેશભાઈ સહિતના આગેવાનો પણ બાપુશ્રી સાથે રહ્યા હતા.

બાપુશ્રીએ ગામજનોને હિંમત આપતાં જણાવ્યું કે મુશ્કેલીના સમયમાં સૌ સાથે મળી પરસ્પર સહકારથી આ પડકારનો સામનો કરવો જરૂરી છે.

સાથે સાથે તંત્રને જરૂરી સહાય અને રાહત પહોંચાડવા રજૂઆત કરવાનો પણ વિશ્વાસ આપ્યો હતો.

આ મુલાકાતથી વરસાદી આફતનો ભોગ બનેલા ગ્રામજનોમાં આશાનો કિરણ ફેલાયો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!