પાટણ જિલ્લામાં વારાહી ગામ નજીક ફૂલપુરા પાસે એક અચાનક અકસ્માત સર્જાયો હતો.
મહેસાણા તરફથી ભારત મિલ્કપ્રોડક્ટની દૂધના પાઉચ ભરેલી ગાડી વારાહી તરફ આવતી હતી.

અચાનક રોડ ખરાબ હોવાના કારણે ગાડીનો તાબો બગડતા તે પલટી મારી બાજુમાં આવેલા પાણી ભરાયેલા ખેતરમાં પડી ગઈ.
સદનસીબે, અકસ્માતમાં ગાડી ચાલકનો આબાદ બચાવ થયો હતો.
પરંતુ દૂધના પાઉચ ફાટી જતાં રોડ ઉપર દૂધની ધારા વહેવા લાગી હતી, જેના કારણે આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં રોડની જર્જરિત સ્થિતિને કારણે વારંવાર અકસ્માત સર્જાય છે, છતાં તંત્ર કોઈ પગલાં લેતું નથી. ગામલોકોએ તાત્કાલિક રોડની મરામત કરવા માંગ કરી છે.
The Gujarat Live News

