શ્રી.ચીરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરિક્ષકશ્રી સરહદી રેન્જ કચ્છ ભુજ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, પાટણનાઓ તરફથી વણશોધાયેલ મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા સારૂ થયેલ સુચના તથા શ્રી કે.કે.પંડયા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સિધ્ધપુર વિભાગ તથા શ્રી પી.ડી.સોલંકી પોલીસ ઇન્સ્પેકટર બી.ડીવીઝન પો.સ્ટે.નાઓની મિલકત સંબંધી ગુના શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પાટણ નવા બસ સ્ટેશન નજીક આવતાં એક ઇસમ કાળા ક્લર નુ પેશન પ્રો મો.સા લઇને શંકાસ્પદ હાલતમાં આવતો હોઈ તેને ઉભો રાખી પોતાની પાસે ના મો.સા તથા પોતાની હાજરી બાબતે પુછ પરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ તથા ગલ્લા તલ્લા કરતો હોઇ જેથી સદરી ઇસમ તથા મો.સા. સાથે પોસ્ટે લાવી યુકિત પ્રયુકિત પુછપરછ કરતા સદરી ઇસમે પેશન પ્રો મો.સા.પાટણ ટાઉન વીસેક દિવસ પેહલા શીતળા મા ચોકડી પાસે કોટેશ્વર મહાદેવ ના મંદીર ની આગળ પાર્કીંગ માંથી ચોરી કરેલા ની કબુલાત કરતો હોઇ અને સદર મો.સા નેત્રમ પાટણ કંટ્રોલ ની મદદથી મોસા શોધી કાઢી અને સદર મો.સા.નો આર.ટી.ઓ રજી નંબર GH 24 AB 0760 પોકેટકોપની મદદથી સર્ચ કરતાં સદરી મો.સા.પાટણ સીટી બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૭૦૨૦૨૫૦૭૮૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨)ના કામે ચોરીનો ગુનો રજી. થયેલ હોઇ અને સદરી ઇસમ
સદર મો.સા. શીતળામા ચોકડી પાસે કોટેશ્વર મહાદેવ ના મંદીર ચોરી કરેલ હોવાની કબુલાત કરતો હોઇ જેથી ચોરીમાં ગયેલ મો.સા. રીકવર કરી નીચે જણાવેલ આરોપીને પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) મૌલીકભાઇ જયંતીભાઇ વિરચંદભાઇ નાઇ ઉવ.૨૫ ધંધો.મજુરી રહે. રહે. ગામ દશાવાડા નાઈ મહલ્લો ઝાપડી માતાજી મંદીર પાસે તા.સિધ્ધપુર જી.પાટણ
કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) હોન્ડા કપંનીનુ પેશન પ્રો મો.સા આર.ટી.ઓ રજી.નં. GH24AB0760
કિ.રૂ.૧૫,૦૦૦/-
