મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા મે. પોલીસ અધીક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ ત૨ફથી મિલ્કત સંબંધી ગુનાઓ શોધવા તથા શરીર સંબંધી ગુનામા પકડવાના બાકી આરોપીઓને સત્વરે પકડવા સુચના કરેલ હોઈ જે અનુસધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ અને સુચના આધારે,
પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.એન.દવે ખડીર પોલીસ સ્ટેશન નાઓ ખડીર પોલીસ સ્ટેશન ખાતે ૨જી. થયેલ ગુનાની વિગત ફરિયાદીશ્રી જૈતમાલભાઇ ધૈયાભાઈ સિસોદીયા ૨હે. હાટીપાટી તા.માળીયા જી.જુનાગઢનાઓની માલીકીની જમીન ભચાઉ તાલુકાના કલ્યાણપર ગામ સીમ સર્વે ન.૮૮/૨ ક્ષેત્રફળ હે.આરે. ચો.મી.૫-૨૬-૦૯ વાળી આવેલ છે તે જમીન ફરિયાદીશ્રીએ કોઇને વેંચાણ કરેલ નથી તેમ છતા ફરિયાદીશ્રીના નામનો ખોટો આધાર કાર્ડ તથા ખોટો પાનકાર્ડ બનાવી તેમા ફરિયાદીશ્રીની જગ્યાએ અન્ય ખોટો વ્યક્તી ઉભો કરી તે વ્યક્તીનો ફોટો લગાળી ફરિયાદીશ્રીનુ ખોટુ નામ ધારણ કરી ઠગાઈ કરી આરોપી મહેશ કરસનભાઈ કોલી રહે.કલ્યાણપર તા.ભચાઉ વાળાએ જમીન ખરીદી છેતરપીંડી ક૨વાના હેતુથી સબ ૨જીસ્ટ્રાર કચેરી ભચાઉ ખાતે ખોટો દસ્તાવેજ બનાવી અને દસ્તાવેજ ખોટો હોવાનુ પોતે જાણતા હોય તેમ છતા તેને સાચા તરીકે મામલતદાર કચેરીએ ભચાઉ ખાતે રજુ કરી જમીન પચાવી પાડવા સારૂ આરોપીઓએ પોતાનો સામાન્ય ઇરાદો બ૨ લાવવા ગુનાહીત કાવતરુ રચનાર મુખ્ય આરોપીને ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમનસોર્સ મદદથી શોધી કાઢેલ છે.
શોધી કાઢેલ ગુનાની વિગત:-
ખડીર પો.સ્ટે. ગુ.૨.ન. ૧૧૯૯૩૦૦૯૨૫૦૦૨૦/૨૦૨૫ બી.એન.એસ.કલમ.૩૩૬(૨),૩૩૬(૩),૩૩૭, ૩૩૮, ૩૪૦(૨),૩૧૯(૨),૬૧(૨)(એ),૩(૫) મુજબ
પકડાયેલ આરોપીની વિગત:-
મહેશ ક૨સનભાઈ કોલી ઉ.વ.૪૨ રહે.કલ્યાણપર તા.ભચાઉ કચ્છ.
