ભારત ભરના મુખ્ય ત્રણ પવિત્ર પીપળા માંથી એક મોક્ષ પીપળો કે જે ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં આવેલો છે. સરસ્વતિ નદીના કિનારે આવેલું આ ધામ ખૂબ રમણીય અને અલૌકિક છે.

આ સ્થાનક માટે એવું કહેવાય છે કે, આ મોક્ષ પીપળાથી સ્વર્ગ એક વેંત જેટલું જ દૂર છે, જેનો વેદ પુરાણ તેમજ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પારસ પીપળાના ગોગા મહારાજ તરીકે પ્રસિદ્ધ થયેલા આ સ્થાન પર શેષનાગનું એક પ્રાચીન ધામ છે.
પૌરાણિક શ્રી સ્થળ તરીકે જેનું ગ્રંથો પારસ પીપળાના પ્રાચીન ગોગા મહારાજનું અનોખું ધામ જ્યાં સ્વયં શેષનાગ બિરાજ્યા છે.
લોક વાયકા મુજબ કહેવાય છે કે,આ સ્થાન પરથી જ ગોગા મહારાજના અન્ય તમામ સ્થાન બન્યા છે એટલે પારસ પીપળી શેષનાગ મંદિરેથી નીકળીને ગોગા મહારાજ અન્ય તમામ સ્થળો પર પ્રગટ થયેલા છે. આ સ્થાનેથી ગોગા મહારાજ દાસજ બિરાજમાન થયા.
અલૌકિક અને અદભુત એવા આ ધામમાં
વિશાળકાય પીપળાના ઝાડ નીચે તેના થડમાં હાલના તબક્કે પણ ગોગા મહારાજ સ્વયં બિરાજેલા જોવા મળે છે. પ્રાચીનતમ એવા આ પારસ પીપળાના ગોગા મહારાજના મંદિરે દર મહિનાની પાંચમ તેમજ દર રવિવારે ખાસ તો નાગપાંચમે શ્રધ્ધાળુઓની ભારે ભીડ દર્શન કરવા માટે ઉમટી પડતી હોય છે, જ્યાં ગોગા મહારાજમાં આસ્થા સાથે માનેલી પોતાની માનતા પૂરી કરવા આવે છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
