પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં અનેક સસ્તા અનાજની દુકાનો આવેલી છે જેમાં એક પણ ગ્રાહકને કુપન આપવામાં આવતી નથી અને પૂરતા પ્રમાણમાં મળવા પાત્ર જથ્થો પણ આપવામાં આવતો નથી આ સસ્તા અનાજની દુકાનો પર કોઈ દિવસ સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવતું નથી અને સસ્તા દર નુ અનાજ બારોબાર વેચવામાં આવતું હોવાની લોકોમાં ચર્ચા એ વેગ પકડ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ પ્રશ્નની સદંતર તપાસ થાય અને કુપન ફરજિયાત કરવામાં આવે તે લોકહિત મા છે અનેક લોકોની મોફીક ફરિયાદ કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી એક જાગૃત નાગરિક દ્વારા ઈરાશન એપ પર પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે આમાં મોટા મોટા અધિકારીઓનો પણ સાથ હોવાનું ચર્ચા રહ્યું છે તો આ પ્રશ્નનો સત્વરે નિકાલ કરવામાં આવે તેવી લોકચાહના છે
The Gujarat Live News રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
