ભારે ધુમાડા, ભારે નુકસાન, તંત્ર દોડ્યું
પાટણ જિલ્લામાં સમી તાલુકાના સોનાર રોડ પર આવેલ ખાનગી અદાણી સોલાર પાવર હાઉસમાં આજે બપોરે અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી.
આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમ છતાં હકીકત જાણી લેવા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આગ એટલી વિકરાળ હતી કે પાવર હાઉસના એક ભાગમાંથી કડાકા-ભડાકા સાથે આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી ગઈ હતી.
જ્વાળાઓ સાથે જ ભારે ધુમાડાના ગોટાળા દૂર સુધી દેખાતા જ આસપાસના ગામોમાં રહેલા લોકોમાં ભારે ભય અને દહેશત ફેલાઈ ગઈ હતી.
અનેક લોકોએ પોતાના મોબાઇલમાં આ ઘટના કેદ કરી હતી અને સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં લોકોમાં વધુ ચકચાર મચી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
