ડામર પેચવર્ક, રોડ મેઈન્ટેનન્સ, સાઈડ સોલ્ડર તેમજ રોડ સાઇડ જંગલ કટીંગ જેવા કામો પ્રગતિ પર

પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, પાટણ દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. ચોમાસુ હળવું થતાં વિવિધ માર્ગો પર રોડ સાઇડ જંગલ કટીંગનું કાર્ય પણ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.

માન. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ નાગરિકોના રોજિંદા યાતાયાતને સરળ બનાવવા માટે તાત્કાલિક માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત પાટણ જિલ્લામાં જરૂરિયાત મુજબ ડામર પેચવર્ક, રોડ મેઈન્ટેનન્સ, સાઈડ સોલ્ડર તેમજ રોડ સાઇડ જંગલ કટીંગ જેવા કામો ગતિશીલ રીતે કરવામાં આવી રહ્યા છે.

નાગરિક સુવિધાને પ્રાથમિકતા આપતા માર્ગ વ્યવસ્થાને સુધારવા વિભાગ દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!