ગાંધીનગરના બહિયલમાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે તંગદિલી સર્જાઈ હતી.હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ અને આગચંપી કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. બે જૂથ વચ્ચેની અથડામણ સોશઇયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી બાબતે થઈ હોવાની ચર્ચા છે. સ્થિતિ વધુ ન બગડે તે માટે હાલ ગામમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને પેટ્રોલીંગ હાથ ધરાયું છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરાયો હતો. જેમાં પોલીસના બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ગરબામાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ અને આગચંપી
દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે ગરબા ચાલી રહ્યા હતા તો બીજી તરફ બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલો ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ટોળા દ્વારા ગરબામાં પથ્થરમારો કરાતા નાસભાગ મચી હતી. તો બીજી તરફ ટોળા દ્વારા ગામની એક દુકાનમાં શટર તોડી આગચાંપી દેવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો
બહિયલ ગામમાં જૂથ અથડામણના સમચાર મળતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં પોલીસના બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ગામમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા
આ ઘટના બાદ સમગ્ર ગામમાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તેવા પગલાં લેવાઈ રહ્યા છે. આ હિંસક ઘટનામાં જાનહાનિની કોઈ ઘટના હાલના તબક્કે સામે આવી નથી, પરંતુ વાતાવરણ તંગ છે. પોલીસે આ મામલે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે. આ અથડામણમાં કેટલાક લોકોને ઇજા પણ થઈ છે.સ્થાનિકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.