પાટણ જીલ્લા પોલીસના વાર્ષિક ઇન્સપેક્શન-૨૦૨પ દરમ્યાન પાટણ જીલ્લા પોલીસ દ્વારા હોન્ડા કંપનીના સહયોગથી પોલીસ હેડક્વાર્ટર્સ પાટણ ખાતે પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ, પાટણનાઓના હસ્તે હેલમેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું.

જે કાર્યક્રમમાં હૉન્ડા કંપનીના પ્લાન્ટ હેડ શ્રી રત્નાકર પાંડેજી પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષા સૌની જવાબદારી છે એ ભાવનાને સાકાર કરવા માટે તેમજ હેલ્મેટ પહેરવાથી મૃત્યુનું જોખમ લગભગ ૪૨% ઘટે છે તે હેતુથી સુરક્ષાની દિશામાં જાગૃતિ ફેલાવાવા માટે ૧૦૦ દિકરીઓને મફતમાં હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું. પાટણ જીલ્લામાં ટુ વ્હીલરમાં હેલ્મેટના પહેરવાના કારણે વર્ષ-૨૦૨૪માં ૩૯ તથા વર્ષ-૨૦૨૫માં 33 લોકોએ પોતાનો જીવ ગુમાવેલ છે. આ આંકડાઓ એ સાબિત કરે છે કે હેલ્મેટ કોઈ નિયમભંગથી બચવાનું સાધન નથી, પરંતુ જીવન બચાવવાનું હથિયાર છે. પાટણ જીલ્લા પોલીસ હંમેશા ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા સારૂ પ્રતિબદ્ધ રહી છે. હેલ્મેટ વિતરણ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ માનવજીવનની સુરક્ષા તરફ ભરેલું એક મહત્વપુર્ણ પગલું છે. પાટણ જીલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરો અને વાહન ચલાવતી વેળાએ એક સુત્રને જીવનમાં ઉતારો -” પહેલા હેલ્મેટ- પછી સફર ”
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
