પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ, પાટણ નાઓએ પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના આધારે ના.પો.અધિ.સા.શ્રી શ્રી ડી.ડી.ચૌધરી રાધનપુર ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ વારાહી પોલીસ સ્ટાફના માણસો પ્રોહી/જુગારના કેસો શોધવા સારૂ પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, મોજે દૈગામડા તા.સાંતલપુર ગામના વેલાભાઇ રામશીભાઇ ઠાકોર નાઓના ખેતરની બાજુમા આવેલ પડતર ખેતરમાં બાવળોની ઝાડીમા ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો જુગાર રમી રહેલ છે તેવી સચોટ બાતમી હકીકત આધારે રેઈડ કરી રોકડ રકમ ૧૭,૫૩૦/- તથા ગંજીપાના નંગ-પર કી.રૂ.૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પાંચ ઇસમોને પકડી પાડી વારાહી પો. સ્ટે ગુ.૨.ન-૧૧૨૧૭૦૩૬૨૫૦૫૫૯ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) રમેશભાઈ વાલજીભાઇ ઠાકોર રહે-દૈગામડા તા.સાંતલપુર જી.પાટણ
(૨) શંકરભાઇ વેલાભાઇ ઠાકોર રહે. દૈગામડા તા.સાંતલપુર જી.પાટણ
(૩) અજયભાઇ ભગવતીપ્રસાદ જોષી રહે.વારાહી તા. સાંતલપુર જી.પાટણ
(૪) આશીષકુમાર બાબુલાલ પટેલ રહે.વારાહી તા.સાંતલપુર જી.પાટણ
(૫) હિતેશભાઇ ધનસુખભાઇ પંડયા રહે. વારાહી તા.સાંતલપુર જી.પાટણ
