રાજકોટ શહેરના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગરબા આયોજનમાં સ્ટેજ પરથી ગબડ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જોકે, સદનસીબે તેમને કોઈ મોટી ઈજા પહોંચી નથી, પરંતુ હાલ સોશિય મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ મહાદેવનું ભજન સાંભળી તાનમાં આવી ગયા હતા અને સિંગરની નજીક જતાં તેઓ સ્ટેજ પર રહેલા સ્ટેપ ન દેખાતા નીચે પડ્યા હતા. જોકે, આયોજકો અને કાર્યકર્તાઓ દ્વારા તત્કાલ તેમને ઉભા કરી દેવામાં આવ્યા હતા. ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં મહેમાન બની પહોંચ્યા હતા
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેર પૂર્વ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગત સોમવારના રોજ રાત્રિના સમયે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજા સાથે નવા રિંગ રોડ પર આવેલા પરસાણા ચોક નજીક ખોડલધામ નોર્થ ઝોન ગરબા આયોજનમાં મહેમાન તરીકે ગયા હતા. જ્યાં તેમનું બુકે આપી ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી તેઓ સ્ટેજ પર ઉભા ઉભા રાસ ગરબા નિહાળી રહ્યા હતા. આ દરમિયાન ગાયક કલાકાર દેવ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા મહાદેવનું ભજન ગાવામાં આવ્યું હતું. ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ મહાદેવના પરમ ભક્ત હોવાથી તાનમાં આવી ગયા હતા અને તેમને ભજન પસંદ આવ્યું હતું. બે સ્ટેજ વચ્ચેની જગ્યા ન દેખાતા ગબડી પડ્યા હતા
ઇન્દ્રનીલ રાજ્યગુરૂ મહાદેવનું ભજન સાંભળતા સાંભળતા ગયાક દેવ ભટ્ટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ જ્યાં ઉભા હતા તે આમંત્રિત મહેમાનોના સ્ટેજ પરથી આગલ કલાકારોના મુખ્ય સ્ટેજ નજીક જઈ રહ્યા હતા. આ દરમિયાન બે સ્ટેજ વચ્ચે જગ્યા હોવાનું ધ્યાનને ન આવતા તેઓ ગબડી ગયા હતા અને નીચે પડી ગયા હતા. જોકે, તાત્કાલિક ઉપસ્થિત આયોજકો અને કાર્યકર્તાઓએ તેમને હાથ પકડી નીચેથી ઉભા કરી દીધા હતા અને ફરી તુરંત તાળી પાડતા પાડતા મહાદેવના ભજન સાંભળવાનો આનંદ લેવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સદનસીબે તેઓને કોઈ મોટી ઇજા પહોંચી ન હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યો છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!