રાધનપુર તા. સેવા સદન ખાતે આજે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો હતો.

બલોચ મકરાણી સમાજના આગેવાનો તથા નાના-મોટા ભાઈઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ સમાજના સલીમભાઈ અને તેમના ભાઈ સાથે થયેલા અન્યાય મુદ્દે જોરદાર અવાજ ઉઠાવ્યો હતો.

આ અવસર પર રાધનપુર તાલુકા પ્રમુખ અલ્યા આર. 

ખાનભાઈ બલોચ, રહીમખાનભાઈ વકીલ, શેરખાનભાઈ, શરીફખાનભાઈ, ભીખુખાન, ભુરેખાનભાઈ, આરીફભાઈ મકરાણી સહિત સમાજના અગ્રણીઓ તથા વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને તાલુકા સેવા સદન ખાતે જવાબદાર અધિકારીઓ સમક્ષ આવેદનપત્ર રજુ કર્યું હતું.

આવેદનપત્રમાં સ્પષ્ટપણે માગ કરવામાં આવી છે કે સલીમભાઈ તથા તેમના ભાઈ પર થયેલા અન્યાય માટે જવાબદાર આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કાયદા મુજબ કડક સજા આપવામાં આવે.

સમાજના આગેવાનોનું કહેવું છે કે જો આરોપી સામે ત્વરિત કાર્યવાહી નહીં થાય તો સમાજ સ્તરે આંદોલન કરવાની પણ ચેતવણી આપવામાં આવશે.

સમાજના વડીલોએ જણાવ્યું કે ન્યાય મેળવવો દરેક નાગરિકનો હક છે અને સલીમભાઈ સાથે થયેલા અન્યાયને સહન કરવામાં નહીં આવે. સરકાર તથા તંત્ર તાત્કાલિક પગલાં ભરે તો જ લોકોમાં વિશ્વાસ જળવાઈ શકે.

આ પ્રકરણને લઈને હાલ વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

સ્થાનિક લોકો પણ આ મુદ્દે ન્યાય માટે બલોચ મકરાણી સમાજ સાથે એકતા દર્શાવી રહ્યા છે.

હવે જોવાનું એ છે કે તંત્ર આ આવેદનપત્રને કેટલી ગંભીરતાથી લઈને આગળની કાર્યવાહી કરે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!