સુરતમાં જી સીને એવોર્ડ જેવો માહોલ સર્જવામાં આવ્યો હતો. એન્ટરટેનમેન્ટ દ્વારા એક શામ પોલીસ કે નામ બેનર હેઠળ બોલીવુડ સિંગર પલક મૂછલ અને મિથુન શર્માની સુરાવલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંગીતજગતના ઇતિહાસમાં પહેલીવાર 60 મ્યુઝિશિયનો સાથે પલક અને મિથુનએ ભારતીય સિનેમાને સમર્પિત “A Tribute To Indian Cinema” પ્રસ્તુત કર્યો હતો. ‘એ મેરે વતન કે લોગો’ ગીત ગાતા પોલીસ કમિશનર સહિતના પોલીસ જવાનો ઊભા થઈ ગયા હતા અને શહીદોને યાદ કર્યા હતા. 60 મ્યુઝિશિયનો સાથે પલક-મિથુને લોકોને મંત્રમુગ્ધ કર્યા
આજની જનરેશનમાં પોપ અને રેપ મ્યુઝિકની વધતા ક્રેઝ વચ્ચે આજે પણ લોકોમાં જુના ક્લાસિક ગીતોની લોકપ્રિયતા ખુબ છે. 70 અને 80ના દાયકાના ગીતો હજી પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે. ત્યારે આવી જ એક સંગીતની સૂરીલી સફરમાં સુરતીઓને લઈ જવા માટે સુરતમાં બોલિવૂડના જાણીતા ગાયક પલક મુછલ અને મિથુન શર્માએ ભારતીય સિનેમાને સમર્પિત “A Tribute To Indian Cinema” પ્રસ્તુત કર્યો હતો, જે સંગીતજગતના ઇતિહાસમાં પહેલીવાર જ છે. પોતાના 60 મ્યુઝિશિયનો સાથે પલક અને મિથુન સ્ટેજ પર મંત્રમુગ્ધ કરી દે તેવી સંગીતની સુરાવલી રજૂ કરી હતી. ગુજરાતના અન્ય 5 મહાનગરોમાં કોન્સર્ટ થશે
Zee Cine Awardsના પરફોર્મન્સ બાદ બહોળી લોકચાહના મેળવનાર પલક અને મિથુનની સુરતમાં આ કોન્સર્ટ યોજાઈ હતી. સૌથી ખાસ વાત એ છે કે, તેમના India Tourની શરૂઆત જ સુરતથી થઇ છે. આગામી દિવસોમાં ગુજરાતના અન્ય 5 મહાનગરોમાં આ કોન્સર્ટ કરવામાં આવશે. પોલીસ કમિશનર સહિતના હાજર રહ્યાં
ભારતીય સિનેમાને સમર્પિત આ સમગ્ર કોન્સર્ટ સુરત પોલીસને નામ કરવામાં આવી છે. “એક શામ પોલીસ કે નામ”ના બેનર હેઠળ સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવતા સુરત પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનો પણ આ કાર્યક્રમ માટે આમંત્રિત કરાયા હતા. પોલીસ કમિશનર સહિત મોટી સંખ્યામાં પોલીસના જવાનો હાજર રહ્યા હતા. મ્યુઝિક કૉન્સર્ટને એક સાથે 20 હજાર સંગીત રસિકોએ માણી
22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર આયોજીત યશ્વી નવરાત્રિ પૂર્ણ થયા બાદ યશ્વી એસી ડોમ, ભગવાન મહાવીર કોલેજ સામેનું ગ્રાઉન્ડ, વીઆઈપી રોડ, વેસુ ખાતે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફક્ત સુરત જ નહીં પણ ગુજરાત અને ભારતના ઇતિહાસમાં “ન ભૂતો ન ભવિષ્યતિ” સમાન આ મ્યુઝિક કૉન્સર્ટને એક સાથે 20 હજાર સંગીત રસિકોએ માણી હતી. વિશાળ સ્ટેજ પર એક સાથે 60 મ્યુઝિશિયનો સાથે પલક અને મિથુનના અદભુત સંગીતના રસપાનનો લ્હાવો સુરતના પ્રેક્ષકો માટે પણ એક યાદગાર અનુભવ બની રહ્યો હતો. કૉન્સર્ટ શહીદોને ખાસ યાદ કરાયા
આ મ્યુઝિક કોન્સર્ટમાં પોલીસ કમિશનર સહિત મોટી સંખ્યામાં પોલીસના જવાનો પણ હાજર રહ્યા હતા. સ્ટેજ પરથી જ્યારે બોલિવૂડ સિંગર પલક મૂછલ દ્વારા એ મેરે વતન કે લોગો ગીતની શરૂઆત કરતા ની સાથે જ હાજર પોલીસ જવાનો સહિતના તમામ લોકો ઊભા થઈ ગયા હતા અને શહીદોને યાદ કર્યા હતા.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!