
શહેર નજીક દશરથ પાસે બેકાબૂ કારે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલકે નાસી છૂટવાનો પ્રયાસ કરી પીછો કરી રહેલ કારને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, આજે રાત્રે ૮ વાગ્યાની આસપાસ વડોદરા – વાસદ હાઈવે પર દશરથ નજીકના બ્રિજ પાસે વાસદથી વડોદરા તરફ આવી રહેલ જુનાગઢ પાર્સિંગની કારે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પત્નીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જયારે પતિ અને બાળકને ઓછીવત્તી ઈજા પહોંચતા સદનસીબે તેમનો બચાવ થયો હતો.
