
Bhavnagar Accident: ધોલેરા-ભાવનગર હાઈવે પર રવિવારે (પાંચમી ઓક્ટોબર) વહેલી સવારે હેબતપુર ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થતા કુલ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ટક્કર બાદ એક બસ પલટી મારી ગઈ
મળતી માહિતી અનુસાર, બંને બસ વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે ટક્કર લાગ્યા બાદ એક બસ પલટી મારી ગઈ હતી.
