પાટણ જિલ્લાના વારાહી ગામમાં શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા શરદપૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંજે ભોજન પ્રસાદ નો પણ આયોજન કરવામાં આવ્યું હતું .

જ્યારે રાત્રે નાસ્તા અને દૂધ પૌવા પ્રસાદ તરીકે આપવામાં આવ્યું હતું . આ રાસ ગરબામાં સમસ્ત વારાહી ગામના લોકો હાજર રહ્યા હતા અને ડીજેના તાલે મા અંબાના સાનિધ્યમાં ગરબા રમી આનંદનો અનુભવ કર્યો હતો જ્યારે ગરબા રમતી બહેનોને 51 ઇનામ ડ્રો દ્વારા આપવામાં આવ્યા હતા અને બહેનોને લાણી પણ આપવામાં આવી હતી જ્યારે આ પ્રોગ્રામ ગૌશાળા મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરપતસિંહ વાઘેલા અશોકભાઈ તન્ના મહેન્દ્રભાઈ કડિયા મુકેશભાઈ જેઠાભાઈ ઠક્કર પ્રકાશ સોની ચિરાગ સુરેશભાઈ ઠક્કર અને નામી અનામી સમસ્ત ગૌ ભક્ત આ રાસ ગરબામાં હાજર રહ્યા હતા લોકોએ શરદ પૂર્ણિમા ની ગૌશાળામાં હરખ ભેર ઉજવણી કરી હતી
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
