ઉના નજીક આવેલા કોસ્ટલ દરિયાકિનારે એક આધેડ મહિલા પર ત્રણથી વધુ શખસ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમની તબિયત લથડી હતી. હાલ મહિલાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. આ ઘટાનામાં ફરાર થયેલા બે આરોપીઓની પોલીસે દરિયામાં જઈને ધરપકડ કરી છે. ત્રીજા આરોપીની પણ શોધખોલ શરૂ છે બાઈક પર અપહરણ કરી સામુહિક દુષ્કર્મ આચર્યું
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના ત્રણ દિવસ પહેલાં કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામમાં બની હતી. આ દુષ્કર્મના બનાવમાં બન્ને આરોપી આરોપી નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયો દેવચંદ બારીયા અને સંજય ઉર્ફે કબલી ઉર્ફે કબૂતર દેવશીભાઈ મજેઠીયાએ ભોગ બનનાર આઘેડ મહિલાને બાઈક પર બેસાડી અપહરણ કરી કંઈક સૂંઘાડીને બેભાન કરી નાખી હતી. ત્યારબાદ આરોપીઓએ ઘરે લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયા હતા. મહિલાએ ત્રણ દિવસ પીડા સહન કર્યા બાદ પરિચિત યુવકને જાણ કરી
ગંભીર ઇજાઓ અને પીડા સાથે મહિલા ત્રણ દિવસ સુધી પોતાના નિવાસસ્થાને પડી રહ્યાં હતાં. તેમની તબિયત વધુ લથડતાં તેમણે દ્વારકામાં ફિશિંગ કરતા એક યુવકને જાણ કરી હતી, જેની સાથે તેમને છેલ્લાં સાત વર્ષથી સંબંધ હતા. યુવક તાત્કાલિક દોડી આવ્યો હતો અને મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતાં. ફરજ પરના તબીબે આ અંગે પોલીસને જાણ કરતાં પીઆઈ. મહેન્દ્રસિંહ રાણા અને મરીન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પીડિતાનું નિવેદન લેવાયું
દરમિયાન ઉના હોસ્પિટલના ડોક્ટર દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેને પગલે ભોગ બનનાર મહિલાનું નિવેદન લેવા માટે ઉનાના નાયબ મામલતદાર પહોંચ્યા હતા. તેમણે પીડિતાનું નિવેદન લીધું હતું. 2 આરોપીઓની દરિયામાંથી ધરપકડ, અન્ય એકની શોધખોળ શરૂ
દુષ્કર્મ બાદ નરાધમો ફરાર થઈ ગયા હતા. આરોપી નવાબંદરના કાંતિભાઈ અરજણભાઈ વાજાની બોટમાં માછીમારી કરવાના બહાને દરિયામાં ફરાર થઈ ગયા હતા. પોલીસે બોટ માલિક સાથે વાત કરી અને બોટમાં વાયરલેસ મેસેજ કરી બોટને પરત કાંઠે બોલાવાની સૂચના આપી હતી. રાત્રે પોલીસે દરિયામાં જઈને 2 આરોપીઓ નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયો દેવચંદ બારીયા રહેવાસી નવાબંદર અને સંજય ઉર્ફે કબલી ઉર્ફે કબૂતર દેવશીભાઈ મજેઠીયા રહેવાસી નવાબંદર મૂળ રહેવાસી કાળાપાણ ની ધરપકડ કરી છે. ત્રીજાની શોધખોળ શરૂ છે.