9 ઓક્ટોબર ગુરુવારના રોજ સવારે 9 વાગે શ્રી વાળીનાથ મંદિર તરભના મહંત શ્રી જયરામગીરી મહારાજના શુભ હસ્તે પૂજા-આરતી કરી શ્રી ગણપતિ મંદિર ઐઠોરથી શુભ પ્રસ્થાન કર્યું,

જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. સહયોગ ગ્રુપ એનિમલ હેલ્પલાઇન ઐઠોરના સેવકો આશિષ પટેલ, પોપટભાઈ, નરેશ સોની, ગૌરવ સુથાર સહીત અગ્રણી સુરેશભાઈ સરપંચ, નટુભાઈ પ્રજાપતિ, દશરથજી ઠાકોર અને અન્ય જીવ દયા પ્રેમીઓ અને મહિલાઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ઊંઝા તાલુકાના 36 જેટલા ગામડાઓમાં અગાઉથી નક્કી કરેલ રૂટ મુજબ 5 દિવસ પરિભ્રમણ કરશે. સ્વામી શ્રી કરપાત્રી ગૌ સેવા સમિતિ, ઊંઝાના આયોજકો-સેવકો ગૌ માતાની બધી રીતે સેવા કરવાનાં હેતુથી લોકજાગૃતી ફેલાવવા સખ્ત પ્રયત્નશીલ છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
