એકાકી મહિલા 3 દિવસ સુધી ગંભીર હાલતમાં તરફડતા રહ્યા : નાયબ મામલતદારે પીડિતાનું નિવેદન લીધું : મહિલાને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા: 2 શખ્સ સકંજામાં

ઊના, : ઊના પંથકમાં એક આધેડ મહિલા પર ગેંગ રેપની ઘટના પ્રકાશમાં આવતાં હાહાકાર મચી ગયો છે. દુષ્કર્મ આચરી નાસી ગયેલા ત્રણ નરાધમોને ઝડપી લેવા પોલીસે તપાસ આરંભીને સાંજે બે શખ્સોને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન, ત્રણ દિવસ સુધી ગંભીર હાલતમાં તરફડતા રહેલા મહિલાનું નાયબ મામલતદારે નિવેદન લીધું હતું.

ઊના પંથકના એક ગામમાં એકલા રહેતા 50 વર્ષની વય ધરાવતા આધેડ મહિલાની એકલતાનો લાભ લઇ ત્રણ દિવસ પહેલા ત્રણ નરાધમ શખ્સો તેમને ફોસલાવીને એકાંત સ્થળે લઈ જઈ વારાફરતી ત્રણેય ઈસમોએ તેમની પર દુષ્કર્મ આચરી તેમને ગંભીર હાલતમાં છોડી દઈ નાસી ગયા હતા.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!