આજે 10-10-25 આસો વદ ચોથ ને શુક્રવાર હોવાથી વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના દર્શન કરી આનંદ અનુભવતા હોય છે.

લાખો ભક્તોના શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂકેલ કળિયુગના જીવંત દેવ મનાતા સિંદૂરીયા ડાભી સુંઢાળા આ દાદાનું મંદિર 1200 વર્ષ જૂનું હોવાની વાત પ્રચલિત છે.
આવનાર દાદાના ભક્તો માટે શ્રી ગણપતિ મંદિર સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે સેવકો અને કારોબારીઓ મળી ખુબ સારી રીતે ભક્તોને સેવા પુરી પાડી રહ્યા છે.
ચોથના આ દિવસે ભક્તોની સેવા હેતુ ચા – પાણી અને ઉપવાસીઓ માટે ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા કાયમ સંસ્થા તરફથી હોય છે.
દાતાઓ પણ ઉદાર હાથે સહયોગ આપી રહ્યા છે.
શ્રી ઐઠોરા ગણેશ આપ સૌની મનોકામના પૂર્ણ કરે.
The Gujarat Live News
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
