વૃદ્ધ ખેડૂત ના 2.40 લાખ જતા પરિવાર માથે આભ તૂટી પડ્યો….

દિવાળી આવતા જ ગઠિયા ટોળકી સક્રિય….

અજાણ્યા બાઇક સવારો સીસીટીવી કેમેરામાં કેદ પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી ..

ભાભર તાલુકાના નેસડા ગામના ખેડૂત મફાભાઈ લવજી ભાઈ પ્રજાપતિ એ મિડિયાને જણાવ્યું હતું કે તેઓ આજ રોજ સવારે 11 કલાકે ભાભર ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભાભર શાખામાં પાક ધિરાણ ના પૈસા ઉપાડવા માટે આવેલા જેમાં

2.90 લાખ પાક ધિરાણ ઉપાડી

50 હજાર રૂપિયા સબંધી ને આપવા પોતાના દીકરાને આપેલ

બાકીના 2.40 લાખ રૂપિયા લઈને ખેડૂત મફાભાઈ પ્રજાપતિ વાવ રોડ ઉપર આવેલ તેમના સંબંધની દુકાને ગયેલ અને ત્યાં પૈસા ભરેલ થેલી બાજુમાં મૂકીને બેઠેલા તેવા સમયે ગઠિયો નજર ચૂકવી થેલી લઈને ફરાર થઈ ગયો હતો. જે જગ્યાએ ખેડુતે જેવી થેલી મુકી હતી તે લેવા જતાં આંખના પલકારામાં થેલીને અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો રૂ.૨.૪૦ ભરેલી થેલી ગુમ થતાં જ આજુબાજુમાં તપાસ કરતા પૈસા ભરેલ થેલી ના મળતાં ખેડુત પરીવાર ગભરાઈ ગયો હતો આ બાબતની ભાભર પોલીસ મથકે અરજી આપેલ છે ભાભર પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરી હતી

The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!