“વિકાસ સપ્તાહ” અંતર્ગત જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ, પાટણ દ્વારા ૧૦ ઓક્ટોબરના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) રાજપુર, પાટણ ખાતે “ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન (TFYC) 3.0” નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

 

આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સૂચના અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ “તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા” વિષયક જાગૃતિ માટે યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓ સાથે વ્યસન મુક્તિના સંદેશા અને સ્લોગન સાથે રેલી યોજાઈ હતી. રેલી દ્વારા યુવાનોમાં તમાકુ તથા વ્યસન વિમુખતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ અવસરે TFYC 3.0 અભિયાનના 60 દિવસીય ઝુંબેશ અંતર્ગત વ્યસનથી થતા આરોગ્યના નુકસાન, વ્યસન છોડવાના ઉપાયો, તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 ની કલમો તેમજ “તમાકુ મુક્ત / સ્મોક ફ્રી ગામ” અને “તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા” બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

અભિયાન દરમ્યાન આગામી દિવસોમાં શાળા-કોલેજોમાં જનજાગૃતિ સેમિનાર, વ્યસન મુક્તિ અંગેના કાર્યક્રમો, તથા તમાકુ નિયંત્રણ અધિનિયમના અમલ માટે વ્યાપક પ્રચાર-પ્રસાર હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમમાં આઈ.ટી.આઈ. કોલેજના પ્રિન્સિપાલશ્રી મનીષાબેન વાઘેલા, ગામના સરપંચ શ્રી રમેશભાઈ, તલાટી-મંત્રી શ્રી સરસભાઈ ડોડીયા, EMO ડો. ગર્ગ સાહેબ, ફાર્માસીસ્ટ શ્રી નરેશભાઈ, શ્રી મુકેશભાઈ યોગી તથા કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!