સુરતમાં માત્ર પાંચ કલાકમાં જ બે હત્યાના બનાવ સામે આવ્યા છે. અમરોલી વિસ્તારમાં 2000 રૂપિયા માટે મિત્ર દ્વારા મિત્રના ભાઈને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. 2000 રૂપિયા ના આપતા મિત્રએ માત્ર લાકડાનો ડંડો માથામાં મારીને મિત્રના ભાઈએ પતાવી દીધો હતો. જ્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિત્રને બચાવવા ગયેલા ત્રણ અસામાજિક તત્વોએ યુવકને ચપ્પુનો ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને હત્યાની ઘટનાઓ રાત્રિના સમયે માત્ર પાંચ કલાકની અંદર બની હતી. 2 હજારની ઊઘરાણીમાં મિત્રો વચ્ચે ઝઘડો થયો
હત્યાના પહેલા બનાવમાં મળતી માહિતી પ્રમાણે, મૂળ મધ્ય પ્રદેશ અને સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલ માં સંચા ખાતામાં 40 વર્ષીય ગિરધારી સિપાહીયા વર્મા કામ કરતો હતો અને ભાઈ રામલોચન સાથે રહેતો હતો. ત્રણેક દિવસ પહેલા ગામના જ વતની અને મિત્ર એવા કમલેશ ઘરની પાસેથી ઘર ખર્ચ માટે 2000 રૂપિયા હાથ ઊચી ના લીધા હતા. ગઈકાલ સાંજના સમયે ગિરધારી પાસે કમલેશે પૈસાની ઉઘરાણી કરીને બોલાચાલી કરી હતી. આ સાથે જ અપ શબ્દો કહીને ઝઘડો કરવા લાગ્યો હતો. આરોપીએ મિત્રના મોટા ભાઈને માથામાં દંડો મારતા ઘટનાસ્થળે જ મોત
ગિરધારી સાથે કમલેશ ઝઘડો કરતો હોવાથી ગિરધારીનો મોટો ભાઈ લોચન ઉર્ફે રામ લોચને કમલેશને અપશબ્દો નહીં બોલવા અને અહીંથી જતો રહેવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન અંજની વિભાગ ચાર સમજુબા હાઉસની સામે જાહેર રોડ પર કમલેશે લાકડાનો ડંડો લઈને મિત્ર ગિરધારીના મોટાભાઈ રામલોચને માથામાં મારી દીધો હતો. જેના પગલે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે ગિરધારીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં અમરોલી પોલીસે આરોપી કમલેશ સાહુને ઝડપી પાડ્યો છે. અસામાજિક તત્વોએ પાનના ગલ્લા પાસે યુવક સાથે ઝઘડો કર્યો
બીજા હત્યાના બનાવમાં મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો 25 વર્ષીય જુનૈદ જીયાઉલ અંસારી વેડ રોડ વિસ્તારમાં આવેલા શ્રીરામ નગરના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતો હતો. જુનેદ અડાજણ ગેલેક્સી સર્કલ ખાતે આવેલ ઇમિગ્રેશન ઓફિસમાં નોકરી કરતો હતો. પિતા હોસ્પિટલની બાજુમાં ઈંડાની લારી અને એક પાનનો ગલ્લો પણ ચલાવે છે. ગતરોજ રાત્રે 11:45 આસપાસ વેડરોડ વિસ્તારમાં જ રહેતો અસામાજિક તત્વ એવો હાર્દિક ઉર્ફે ભોળો દલવાણીયા અને તેના મિત્રો અન્ય એક યુવક સાથે ઝઘડો કરતા કરતા જુનેદના પિતાના ગલ્લાની પાસે આવ્યા હતા. તારે શું લેવાદેવા છે કહીને તમાચો ઝિંકી દીધો
જુનેદના પિતાએ ઝઘડો ન કરવા માટે ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે, અહીંયા મારો ધંધો છે તમે અહીં ઝઘડો નહીં કરો ઝઘડો કરવો હોય તો સાઈડમાં જતા રહો. જોકે હાર્દિક અને તેના મિત્રો ઝઘડો કરતા હતા. આ દરમિયાન જુનેદ નો મિત્ર દિલીપ તરસરીયા પણ આવી ગયો હતો. તેમણે પણ ઝઘડો કરી રહેલા હાર્દિક સહિતના અસામાજિક તત્વોને ઝઘડો ન કરવા માટે ટકોર કરી હતી. જેના પગલે તેને કહ્યું હતું કે, તારે શું લેવાદેવા છે તેમ કરી તેને એક તમાચો મારી દીધો હતો અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું
મિત્ર દિલીપ સાથે ઝઘડો થતો હોવાનું જોઈને જુનેદ છોડાવવા માટે ગયો હતો. આ દરમિયાન હાર્દિકે તેની પાસે રહેલ ચપ્પુથી જુનેદના જમણા સાથળના પાછળના ભાગે ઘા મારી દીધો હતો. ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો હતો. હાર્દિકની સાથે રહેલા તેના બે મિત્રોને પકડી પાડવામાં આવ્યા હતા. આ સાથે જુનેદને ગંભીર ઇજા પહોંચી હોવાથી પિતા સહિતનો પરિવાર ત્રણ ખાનગી હોસ્પિટલ ફર્યો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જુનેદના મોતના પગલે પિતા દ્વારા હાર્દિક દલવાણીયા અને તેના બે મિત્રો વિરુદ્ધ હત્યા ની ફરિયાદ નોંધાવી હતી. ચોક બજાર પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જે પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. હાલતો ચોક બજાર પોલીસ દ્વારા ત્રણેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી યાદ કરવામાં આવી છે.