શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદન
અખંડ રોટલા – લાડુ ઘર,
શ્રી સુન્ધા ચામુંડા – જહુ માતાજી મંદિર, ભાટવાડો, ઊંઝા ખાતે દરરોજ રખડતા શ્વાન માટે 4000 નંગ રોટલા / રોટલી 665 બહેનો દ્વારા અઠવાડિક વારા મુજબ નિસ્વાર્થ ભાવે બનાવવામાં આવે છે,

આ રોટલા ઘડતી બહેનોને વર્ષ માં બે વખત સ્મુર્તિ ભેટ આપી સન્માનિત કરવામાં આવે છે.
તારીખ:12:10-2025 ના રોજ આ સેવાભાવી 665 બહેનો ને માઁ ના શણગારની સાડી તથા સ્મુતિ ભેટ માતાજીના આશીર્વાદ રૂપે અર્પણ
કરવામાં આવ્યા,
આ પ્રસંગ માં રામોસણા મેલડી માતાજી ઉપાસક શ્રી ડાહ્યાભાઈ ભગત, શાહીબાગ થી જોગમાયા ઉપાસક શ્રી મુન્ના ભગત, સતલાસણા બ્રહ્માણી માતાજી ઉપાસક વિજયભાઈ પેઇન્ટર, ડભોડા થી જહુ માઁ ઉપાસક શંકરજી, વિસનગર થી વીર મહારાજ ઉપાસક શ્રી વિકુભા, મહેસાણા થી ઉપાસકશ્રી કિરીટભાઈ, મહેન્દ્રભાઈ, દિનશા ભગત, તથા ઊંઝા થી મહાસુખભાઈ, ખોડભાઈ, અમરતલાલ તેમજ રોટલાઘર પ્રમુખશ્રી અનિલકાકા, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ તથા જહુ માતાજી ઉપાસક શ્રી વિપુલભાઈ બારોટ તેમજ મોટી સંખ્યા માં સેવક પરિવાર ના ભાઈ – બહેનો હાજર રહ્યા હતા,
નૌધનીય છે કે સદર રોટલાઘર નો શુભારંભ કર્મયોગી શ્રીઅરવિંદભાઈ બારોટ દ્વારા સને 2004 માં કરવામાં આવેલો તથા સને 2018 માં લિમ્કા બુક તેમજ સને 2021 માં ઇન્ડિયા બુક તથા એશિયા બુક દ્વારા સર્વ શ્રેષ્ઠ રોટલાઘર નો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે.
શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ઊંઝા દ્વારા સર્વે સેવાભાવી બહેનો તથા આમંત્રિત શક્તિ ઉપાસક, તથા હાજર ભાઈ – બહેનોનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
