“સમાજ સંગઠન શક્તિ કલયુગે”
સમાજ અને રાષ્ટ્રને સમર્પિત શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG ની ઊંઝા કારોબારીની મીટીંગ સાંજે 5 વાગે જય અંબે પાર્ટી પ્લોટ, ઊંઝા- પાટણ રોડ, ઊંઝા મુકામે મળી

જેમાં રાષ્ટ્રના વિકાસમાં SPG પોતાની આગવી તથા દરેક સમાજ માટે પ્રેરણારુપ ભૂમિકા પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ સાથે નિર્ણય લેવાયો કે આગામી સમયમાં ઊંઝા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નવીન શૈક્ષણિક લાયબ્રેરીના લાભાર્થે આગામી 31 ઓક્ટોબર 2025 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય લોક ડાયરાના કાર્યક્રમમાં સહ-પરીવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાનો ગર્વિય શંખનાદ કરવામાં આવ્યો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
